રાજ્યમાં ચોમાસાની વિદાય લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર,જાણો વિગતવાર

Published on: 3:48 pm, Sat, 24 October 20

ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું માત્ર ચાર દિવસનું મહેમાન છે. આગામી તારીખ 28 સુધીમાં સમગ્ર દેશમાંથી નૈઋત્યનું ચોમાસુ વિદાય લેશે તેવી સત્તાવાર જાહેરાત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગત તારીખ 5 થી પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી.આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે.

20 ઓક્ટોબર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેવી ધારણા હતી પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ચોમાસું પાછું ખેંચવામાં એકાદ અઠવાડીયા જેટલો વિલંબ થયો છે.ભારતના મોટાભાગના રાજ્યોમાં થી નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચાશે ગયું છે તેમજ આમ છતાં હજુ અમુક રાજ્યોમાં તે ચાલુ છે તેવા રાજ્યોમાં પણ.

હવે ચાર દિવસમાં ચોમાસા નો અંત આવી જશે અને 28 સુધીમાં સમગ્ર દેશમાંથી નૈઋત્યનું ચોમાસું પૂરું થઈ જશે. ગુજરાતમાં વર્ષે નૃત્યના ચોમાસાના.

કારણે સરેરાશ વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનમાં 140 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!