વેક્સિનેશન ને લઈને સૌથી અગત્યના સમાચાર, આ તારીખથી 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ લઇ શકશે વેક્સિન, જાણો શું છે પ્રક્રિયા.

પ્રધાનમંત્રી મોદીએ ગઇકાલે જ કહ્યું છે કે દેશમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવશે. કેન્દ્ર સોમવારે કહ્યું છે કે 1 મે થી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. કોરોના ની બીજી લહેર ને રોકવા માટે આ ખાસ પગલું લેવામાં આવ્યું છે.

સરકારે વેક્સિનેશન અભિયાન ઢીલ દેખાડતા રાજ્યો, પ્રાઇવેટ હોસ્પિટલ અને ઔદ્યોગિક સંસ્થા ને સીધા વેક્સિન નિર્માતા પાસેથી ડોઝ ખરીદવાની પરમિશન પણ આપી દીધી છે.

આવતા મહિનાથી શરૂ થનારા વેક્સિનેશન અભિયાનના ત્રીજા તબક્કામાં કેન્દ્રીય ઔષધી પ્રયોગશાળામાં દર મહિને 50 ટકા ડોઝ ની આપૂર્તિ સરકારને કરાશે અને અન્ય 50 ટકા ડોઝ રાજ્ય સરકાર, બજારમાં વેચવા માટે સ્વતંત્ર રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદન અનુસાર વેક્સિન ઉત્પાદકોના રાજ્ય સરકાર અને ખુલ્લા બજારમાં મળનારી 50 ટકા ડોઝ ની વેક્સિન ની કિંમત 1 મે 2021 પહેલા જાહેર કરવાની રહેશે.

જો તમે 1 મે 2021 થી 18 વર્ષથી ઉપરના છો તો વેક્સિનેશન માટે સૌ પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આરોગ્ય સેતુ એપ ની મદદથી રજિસ્ટ્રેશન થઈ શકે છે. તેની સાથે જ ઓનસાઈટ રજીસ્ટ્રેશન એટલે કે હોસ્પિટલ અને વેક્સિનેશન કેન્દ્રો પર પણ રજીસ્ટ્રેશન ની સુવિધા મળી રહે છે.

રજીસ્ટ્રેશન માટે તમારી પાસે ઓળખ પત્ર જરૂરી રહે છે.વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આમ ફૂલ 1,0439,204 લોકોને રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યની રૂપાણી સરકારે વેક્સિનેશન કાર્યક્રમ વધારે ઝડપી બનાવવાના આદેશ પણ આપ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*