ગુજરાત રાજ્યમાં આ તારીખથી ચોમાસાનું થશે આગમન, જાણો વિગતે.

193

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસા નું આગમન ક્યારે થાય તેની હવે આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળમાં આગામી 27મે થી 2 જૂન વચ્ચે જ્યારે ગુજરાતમાં 15 થી 20 જૂન ની આસપાસ નૈઋત્ય ચોમાસાનું આગમન થઇ શકે છે.

ગત વર્ષે ગુજરાતમાં 21 જૂન થી ચોમાસાનો પ્રારંભ થયો હતો પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે ચોમાસું થોડા દિવસ વહેલું શરૂ થઈ શકે છે. ગત વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ 44.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્યના ચોમાસાને દક્ષિણ અંદમાન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આગેકૂચ કરવાનું શરૂ કરી દીધું છે. આગામી 27મે થી 2 જૂન દરમિયાન નેરૂત્યના ચોમાસાનો કેરળમાં પ્રારંભ થઇ શકે છે.

આંદમાન ના સમુદ્ર અને તેને સંલગ્ન પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેસર 22 મે થી સર્જવવાનું શરૂ કરશે.24 મે થી સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત ફેરવાઇ શકે છે.

કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ,ઓરિસ્સા, તમિલનાડુ,પશ્ચિમ બંગાળ અને અંડમાન નિકોબાર ગ્રુપને સુનિશ્ચિત કરવાનું કહ્યું છે કે સ્વાસ્થ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ તથા સંશોધનોના ભંડારને સુરક્ષિત કરવામાં આવે છે.

જેથી તોફાન દરમ્યાન ઇમર્જન્સી સ્થિતિને પહોંચી વળવા. પોતાના મહિનાના અંતમાં દેશના પૂર્વ તટીય વિસ્તારમાં એન્ટ્રી કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!