માં મોગલ ગુજરાતના આ ગામમાં સાક્ષાત બિરાજમાન છે, માં મોગલનો પરચો જોઈને તમે પણ તેમને…

આપણા દેશની ધરતીને પવિત્ર માનવામાં આવે છે કે જ્યાં ઠેરઠેર દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે અને ભકતો પણ દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરે છે. એવામાં ખાસ કરીને વાત કરીશું તો આ ઘોર કળિયુગમાં માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.માં મોગલના દર્શન માત્રથી ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે અને માં મોગલ પણ કોઈ વ્યક્તિને દુઃખી જોઇ શકતાં નથી.

એવામાં ગુજરાતના એક ગામમાં માં મોગલે સપનામાં નહીં પરંતુ સાક્ષાત દર્શન આપ્યા.તો ચાલો જાણીએ ગામ વિશે! રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામમાં જ્યાં મોગલે સાક્ષાત પરચો બતાવ્યો છે અને જેનું નામ આંબાવાળી માં મોગલ. અહીં આંબાના ઝાડ પણ છે જાણવા મળ્યું છે.

તે અનુસાર આ ગામના ઘણા લોકો એવા હતા કે જીવનમાં માં મોગલને માનતા નહોતા પરંતુ આ ગામના બધા જ લોકોએ માં મોગલ નો પરચો જોતાની સાથે જ સૌ કોઈ લોકો માં મોગલને માનવા લાગ્યા હતા. માં મોગલ તો અઢારે વરણની માતા છે તે પોતાના ભક્તોનો વાળ પણ વાંકો થવા દેતી નથી. એવામાં આપ સૌને એ માં મોગલ નું ગીત સાંભળ્યું જ હશે કે જે સાગરદાન ગઢવી નામના કલાકારે ગાયું.

એ ગીત ‘જેદી મોઢા ફેરવે માનવી’જે હાલ ખૂબ જ ફેમસ થઈ ગયેલું છે. એવામાં આ ગીત દ્વારા ફેમસ થયેલા એવા સાગરદાન ગઢવી કલાકારની માં મોગલનો થાપો માર્યો હતો. સાથે જ હાથમાંથી જાતે જ કંકુ ખરવા લાગ્યું હતું, ત્યારે સૌ કોઈ લોકોએ માં મોગલ નો ચમત્કાર નહીં પરંતુ માં મોગલ એ પરચો બતાવ્યો હોય તેવું માનવા લાગ્યા હતા.

જાણવા મળ્યું છે કે માં મોગલની મૂર્તિ ભારે વજનવાળા હોવાને કારણે કોઈ લોકો ઉપાડી શક્યા ન હતા. એવામાં જ નાની વયના આહીર યુવતીએ માત્ર જય માં મોગલ બોલીને એ મૂર્તિને ઊંચકી અને તેને સહેલાઈથી ઉપાડી હતી એ નાની વયની મહિલાનું નામ વર્ષાબેન હતું. એવામાં કહીએ તો આ વર્ષાબેનની અંદર માં મોગલ હાજરા હજુર છે તેવું સૌ કોઈ લોકોનું માનવામાં આવ્યું છે.

અને જે ગામમાં માનતા ન હતા એ જ ગામમાં આજે મોગલ નું મંદિર બનાવવામાં આવ્યું છે. માં મોગલ નો મહિમા અપરંપાર છે તેમના દર્શન માત્રથી બધા જ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે અને ભક્તો પણ માં મોગલ ને એટલા જ માને છે. માં મોગલ માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેમને કોઈ દાન-ભેટની જરૂર નથી અને આજ દિન સુધી માં મોગલ લાખો લોકોને પરચા પણ બતાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*