ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ માં લાગેલી આગ ઠારવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા એક વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઇથેનોલ પર જીએસટી રેટ ને 18 ટકા થી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવામાં આવે છે.સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ માં 10 ટકા ઇથેનોલ ભેળવીને વેચે છે.આ પ્રોગ્રામ અંદમાન અને નિકોબાર ને બાદ કરતા સમગ્ર ભારતભરમાં લાગુ પડાયો છે.
પહેલા કેન્દ્ર સરકારે ચેનલ પર 18% જીએસટી વસૂલતી હતી પરંતુ હવે તેની પરના જીએસટીને પાંચ ટકા ઘટાડી દેવામાં આવ્યો છે.આ રીતે 13 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઇથેનોલ પરનો જીએસટી ઘટતા તે સસ્તુ થશે અને આ રીતે સસ્તી ઇથેનોલ મિક્સ કરવામાં આવતા પેટ્રોલના ભાવ આપોઆપ ઘટી જશે. IOCL ની વેબસાઇટ અનુસાર આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 95.41 રૂપિયા પ્રતિ લીટર છે ત્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે.
સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલાય છે.સવારે 6:00 નવા ભાવ લાગુ કરવામાં આવે છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડીયા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે.
તમે પણ તમારા શહેરની પેટ્રોલ-ડીઝલની કિંમત જાણવા ઈચ્છતા હોય તો એસ.એમ.એસ દ્વારા જાણી શકો છો.ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમે RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે અને તમે તરત જ ભાવ જાણી શકશો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment