દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ઘણા લોકો પોતાની રોજગારી ગુમાવી બેઠા છે. અને ઘણા લોકોના પગારમાં પણ ઘટાડો થયો છે. કોરોનાની મહામારી વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની શરૂઆત કરી.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ યોજના હેઠળ આ વર્ષે પણ 28 જૂને આર્થિક રાહત પેકેજ નું એલાન કર્યું છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના નું રજીસ્ટ્રેશન 31 માર્ચ 2022 સુધી કરાવી શકો છો. પહેલા યોજના ની અંતિમ તારીખ 30 જૂન 2021 હતી.
પરંતુ કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને આ તારીખ વધારવામાં આવી છે. આ યોજના હેઠળ 15000 રૂપિયાથી ઓછી સેલેરી વાળા લોકો અને દેશમાં બેરોજગાર લોકોને પણ લાભ મળશે.
ભારત રોજગાર યોજનાના ત્રીજા ફેઝમાં 12 નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. કોરોનાની મહામારી ના કારણે દેશની વિખરાયેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર દ્વારા સુધારા કરવામાં આવશે. સરકાર દ્વારા યોજનાઓમાં રિઝર્વ બેંકની સાથે મળીને 27.1 લાખ કરોડનું રોકાણ કરી રહી છે.
આ ઉપરાંત સરકારને આ પહેલ દ્વારા ઔપચારિક ક્ષેત્રોમાં 71.8 લાખ રોજગારી ઊભી થવાની સંભાવનાઓ છે. કોરોનાની મહામારી ના કારણે આ યોજના લંબાવવામાં આવી છે તેના કારણે ખર્ચો વધીને 22098 કરોડ રૂપિયા થઈ ગયો છે.
નિયમ અનુસાર જેની સેલેરી 15000 રૂપિયાથી ઓછી છે તેને આ યોજનાનો લાભ થશે. ઉપરાંત આ યોજના હેઠળ સરકાર પણ EPF માં યોગદાન આપે છે. તેમા કર્મચારીઓને સેલેરીના 24 ટકા અથવા તો 12 ટકા ભાગ આપે છે. સરકારે આ યોગદાન 2 વર્ષ આપશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment