ભારત માં ક્રિપ્ટોકરણસી વિશે અનિશ્ચિતતા યથાવત છે.આ દરમિયાન એક એવી ખબર છે કે કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરણસી માં ધંધો કરતી કંપનીઓ અથવા એક એક્સચેન્જનો ના ઇન્ટરનેટ પ્રોટોકલ એડ્રેસ ને બ્લોક કરવાની યોજના બનાવી રહી છે.
આપણે જણાવી દઈએ કે એક સમયે આઇપી એડ્રેસ ને બ્લોક કરવાની અટકળો ચાલી રહી છે જયારે એવા અહેવાલો સામે આવી રહ્યા છે.કેન્દ્ર ક્રિપ્ટોકરણસી લઈને ભારત માં કડક નિયમો બનાવી રહ્યુ છે.
સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરણસી અને રેગ્યુલેશન ઓફ ઑફિસિયલ ડિજિટલ કરન્સી બિલ 2021ને સાંસદ માં રજુ કરશે.જોકે મહત્વનું છે કે ભારત સરકાર પાસે થી કોઈ સતાવાર નિવેદન સામે આવ્યું નથી.
આપણે જણાવી દઈએ કે અગાઉ કેન્દ્ર એ એડલ્ટ સાઈટ્સ અને હજારો ચીની સાઈટ્સ આઈપી સરનામાઓ ને બ્લોક કરવાનો પ્રયાસ કર્યા હતો. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ કહે છે કે,સરકાર પ્લેટફોર્મ ના બધા જાણકાર સ્ત્રોત બંધ કરશે.
જે ક્રિપ્ટોકરણસી રોકાણ ને મંજૂરી આપે છે.આવનારા સમયમાં ભારત માં રોકાણકારો ક્રિપ્ટોકરણસી કોઈપણ પ્રકાર નું માઈનિંગ, ટ્રેડિંગ,ટ્રાન્સફર કરી શકશે નહિ.જો ભારત ક્રિપ્ટોકરણસી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કાયદો લાગુ કરે છે
તો તે આવું કરનારો વિશ્વનો પહેલો દેશ બની જશે.અત્યાર સુધી કોઈ પણ દેશ આ પ્રકાર નો કડક કાયદો બનાવ્યો નથી.એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે કાયદો બનાવવામાં આ ખરડાને વધારે મુશ્કેલી આવે નહિ.
કારણ કે સાંસદ માં સરકાર ને સંપૂર્ણ બહુમતી છે.જો આ પ્રતિબંધ કાયદો બની જશે તો ભારત ક્રિપ્ટોકરણસી ગેરકાયદેસર જાહેર કરનાર પ્રથમ મોટી અર્થવ્યવસ્થા હશે. ચીન માં તેના ખાણકામ અને વેપાર પર પણ પ્રતિબંધ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment