કોરોના મહામારી ના લીધે આર્થિક રીતે મુંબઈ નો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવે કામ ધારાધોરણ મુજબ શરૂ થઈ ગયા છે પરંતુ હજુ પણ કોરોનાની અસર ખાસ વર્તાઈ રહી છે. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે અને મધ્યમવર્ગીય માણસ ને જો સોનું ખરીદવું હોય તો રાહ જોતો હોય છે
કે ક્યારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થાય. સોનું ખરીદવા માગતા લોકો માટે આજે સુવર્ણતક છે કારણ કે સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમ નો નવમો તબક્કો શરૂ થઇ ગયો છે.આ યોજના હેઠળ આજે એટલે કે 10 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો.
RBI એ સોવરીન ગોલ્ડ બોન્ડ 2021-22 ની નવમી શ્રેણી માટે સોનાની 4786 રૂપિયા પ્રતિ ગ્રામ ની ઇસ્યુ કિંમત નક્કી કરી છે. આરબીઆઇ એ આ નવમાં તબક્કા માટે સોનાની કિંમત અગાઉની શ્રેણી કરતા ઓછા દરે ગ્રામદીઠ 4786 નક્કી કરી છે.
સરકારે નવમી શ્રેણી માં આઠમી સિરીઝ ની ઇસ્યુ કિંમત કરતા પ્રતી ગ્રામ 5 નો ઘટાડો કર્યો છે.આઠમી સિરીઝ માટે ઇસ્યુ ની કિંમત 4791 પ્રતી ગ્રામ નક્કી કરવામાં આવી હતી જયારે નવમી સિરીઝ માટે 4786 નક્કી કરવામાં આવી છે.
જો તમે સોવરીન ગોલ્ડ બોન્ડમાં ઓનલાઇન અથવા ડિજિટલ પદ્ધતિથી સોનું ખરીદો છો તો તમે તેના પર 50 રૂપિયા વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. સામાન્ય રીતે પ્રતિ ગ્રામ 4786 થાય છે જેમાં 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એટલે કે 4736 પ્રતિ ગ્રામ ના દરે તમે સોનુ ઓનલાઇન ખરીદી શકશો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment