બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના ફેસલા લેવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન આ જાહેરાત કર્યાને એક વર્ષ પછી કેન્દ્રીય કેબિનેટે બુધવારે મહિલાઓ માટે લગ્નની કાયદેસર વય 18 થી વધારીને 21 વર્ષ કરવાનો ઠરાવ પસાર કર્યો.
હતો.સૂત્રોએ જણાવ્યું કે કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006 માં સુધારો રજૂ કરશે અને પરિણામે સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટ 1955 જેવા વ્યક્તિગત કાયદાઓમાં સુધારો લાવશે.
બુધવારે આપવામાં આવેલી મંજૂરીઓ ડિસેમ્બર 2020 માં જ્યા જેટલી ની આગેવાની હેઠળ કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગ અને સબમિટ કરવામાં આવેલી ભલામણ ઉપર આધારિત છે.
જેનું ગંથન માતૃત્વ સંબંધિત બાબતો ની ઉંમર, માતા મૃત્યુ દર ઘટાડવાની જરૂર પોષણમાં સુધારો કરવાની જરૂર જેવા મામલાની તપાસ માટે કરવામાં આવી હતી.
જ્યા જેટલી એ કહ્યુ કે,હું સ્પષ્ટ કરવા માગું છું કે ભલામણ પાછળનો અમારો તર્ક કયારેય વસ્તી નિયંત્રણ ન હતો. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દ્વારા બહાર પાડવામાં આવેલ તાજેતરના ડેટા પહેલાથી જ દર્શાવે છે કે ફુલ પ્રજનન દર ઘટી રહ્યો છે અને વસ્તી નિયંત્રણમાં છે આ મહિલા સશક્તિકરણનો વિચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment