કચ્છના ખારા રણમાં વીર વચ્છરાજ દાદાનો ચમત્કાર… આજે પણ ખારા રણની જમીનમાંથી નીકળે છે મીઠા પાણીનું ઝરણું…

મિત્રો તમે બધાએ કચ્છના ખારા રણમાં બિરાજમાન વીર વચ્છરાજ દાદાના મંદિર વિશે તો જરૂર સાંભળ્યું હશે. તો આજે આપણે વીર વચ્છરાજ દાદાના મંદિર વિશે કેટલીક એવી વાતો કરવાના છીએ જે તમે પહેલા ક્યારેય નહીં સાંભળવી હોય. વીર વચ્છરાજ દાદાએ 18 લુટેરાઓને એણે જનોઈવઢ ઘાથી વેતરી નાખ્યા હતા.

લુટેરાઓ ભાગ્યા પરંતુ એક લુટેરાએ વીર વચ્છરાજ દાદા પર પાછળથી તલવારના ઘા કર્યાને દાદાનું મસ્તક શરીરથી અલગ થઈ ગયું હતું. ત્યાર પછી તો ઇતિહાસની સૌથી અદભુત ઘટના બની હતી. ધડથી મસ્તક અલગ થઈ ગયું છતાં પણ દાદાનું ધડ લડયું હતું.

આ ઘટના જ્યાં બની હતી તે છેવાછરા બેટની એ ભોમકા અત્યારે તીર્થધામ બની ગયું છે. અહીં તીર્થધામ પર એક ચમત્કારી મીઠા પાણીનું ઝરણું આવે છે, તેની પાછળની કેટલીક રસપ્રદ વાતો આજે આપણે જાણવાના છીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે રણમાં મીઠા પાણીનું ઝરણું વહે છે. રણની વચોવચ આપમેળે રહેતું મીઠા પાણીનું ઝરણું એક હોય કાલ્પનિક વાત નથી પણ એક હકીકત છે. મિત્રો તમને જણાવી દઈએ કે, કચ્છના નાના રણમાં રણની વચોવચ “વચ્છરાજ બેટ” નામનો એક બેટ આવેલો છે.

આ નાનકડા એવા ટાપુ ઉપર જમીનમાંથી આપમેળે એક મીઠા પાણીનું ઝરણું વહે છે. રણમાં કોઈપણ પ્રકારનું ખોદકામ કે બોર વગર વર્ષોથી અહીં મીઠા પાણીનું ઝરણું વહિ રહ્યું છે. જમીનમાંથી મીઠા પાણીનું ઝરણું વહે છે, ત્યાં વીર વચ્છરાજ સોલંકીના સુરાપુરાનું સ્થાનક છે. વીર વચ્છરાજ દાદા લુટેરાઓ પાસેથી ગાયો છોડાવતી વખતે શહીદ થયા હતા.

લુટેરાઓ સાથે લડતી વખતે દાદાનું મસ્તક ધડથી અલગ થઈ ગયું ત્યારે મસ્તક વગરનું ધડ લુટેરે આવો સાથે લડ્યું હતું. આજે વચ્છરાજ દાદાના મંદિરમાં હજારોની સંખ્યામાં ગાય છે. આ તમામ ગાય જમીનમાંથી નીકળતા મીઠા પાણી પીવે છે. મિત્રો અહીં આવતા ભક્તો પણ આ મીઠું પાણી પ્રસાદ તરીકે લે છે. આ ઉપરાંત ત્યાં રહેતા લોકો પણ પાણીનો ઉપયોગ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*