ખુશી ના સમાચાર,બાઈક ચલાવનાર લોકો માટે મોટી ખુશખબર,રોડ મંત્રાલયે કર્યું આ મોટું કામ

આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં હજારોની સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે.ખરાબ રસ્તા એ માર્ગ અકસ્માત નું મુખ્ય કારણ છે. માર્ગ અકસ્માતમાં મોત નું પ્રમાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર એક નેવિગેશન એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે.

આ એપ દ્વારા ડ્રાઈવરને રસ્તાની માહીતી નુ એલર્ટ મળી જશે. અને ડ્રાઇવર સચેત બની જશે કે ક્યાં આગળ રસ્તો ખરાબ છે કે કયા આગળ રસ્તા પર ખાડા છે. જો સફર પહેલા રસ્તા પરની માહિતી મળી જાય તો તેનાથી વાહન ચાલકો કે ડ્રાઇવર ને ઘણી રાહત મળી જશે અને તે અજાણ્યા રસ્તાથી પણ સારી રીતે વાકેફ થઇ જશે.

પરિણામે અકસ્માતમાં ઘટાડો થાય છે.કેન્દ્રનું આ પગલું અકસ્માત ઘટાડવા માં યોગદાન આપશે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય આઇ.આઇ.ટી મદ્રાસ અને ડિજિટલ ટેક કંપની મેય માય ઈન્ડિયા સાથે મળીને કરાર કર્યો છે.

આ કરાર હેઠળ ભારતમાં ડ્રાઇવરોને માર્ગ સલામતી ચેતવણી પૂરી પાડવાની તકનીક બનાવાઈ રહી છે અને સંયુક્ત ફી ટુ યુઝ નેવિગેશન એપ્લિકેશન શરૂ કરી છે જે રોડ પર ના ખાડા કે ખરાબ રસ્તા ની જાણકારી ડ્રાઇવર ને આપશે.

લોકો આ નેવિગેશન એપ સર્વિસનો લાભ મેપ પર લઈ શકે છે. લોકો આ એપ ના માધ્યમ દ્વારા બિન સલામત એરીયા, રોડ અને ટ્રાફિક સમસ્યા ઓ સહિતની વિગતો તંત્રને આપી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*