મધ્યપ્રદેશ ના મંત્રી પ્રધ્યુમન સિંહ તોમરે 17 તારીખ ના રોજ શુક્વાર ના દિવસે મધ્યપ્રદેશના ગ્વાલિયર માં સરકારી શાળાના શૌચાલયની સફાઈ કરીને લોકોને સ્વચ્છતાનો એક અનોખો સંદેશ આપ્યો હતો. આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ આ મધપ્રદેશ ના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ સાર્વજનિક શૌચાલય સાફ કરતા અને રોડ સાફ કરતા જોવા મળ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર સરકારી કન્યા માધ્યમિક શાળાનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. અહીં તેમણે શાળાની વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી હતી.
વિદ્યાર્થિનીઓએ ઉર્જા મંત્રીને જણાવ્યું કે, શાળાનું શૌચાલય ખૂબ જ ગંદુ છે. જેના કારણે તેમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ સાંભળીને ઉર્જા મંત્રી સીધા શૌચાલયમાં ગયા અને કંઈપણ વિચાર્યા વિના પોતાના હાથથી શૌચાલય સાફ કરવા લાગ્યા.
Madhya Pradesh Energy Minister Pradhuman Singh Tomar cleaned the toilet of a govt school in Gwalior
“A girl student told me that there is no cleanliness in the toilets of the school, because of which the students face problems,” Minister Pradhuman Singh Tomar said. (17.12) pic.twitter.com/Lcqu7QfGWL
— ANI (@ANI) December 18, 2021
ઉર્જા મંત્રીએ સમગ્ર શૌચાલયની સારી રીતે સફાઈ કરી હતી.ઉર્જામંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે ANI સાથે ની વાતચીત માં જણાવ્યું કે, “એક વિદ્યાર્થીનીએ મને કહ્યું કે, શાળામાં ટોયલેટ સાફ નથી, જેના કારણે વિદ્યાર્થીનીઓને સમસ્યા થાય છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “મેં 30 દિવસ સુધી સ્વચ્છતાનો સંકલ્પ લીધો છે અને હું દરરોજ કોઈને કોઈ સંસ્થામાં જઈને સાફ સફાઈ કરીશ, હું ઈચ્છું છું કે સ્વચ્છતાનો સંદેશ તમામ લોકો સુધી પહોંચે, હું આ એટલા માટે કરી રહ્યો છું કે દરેક વ્યક્તિ સ્વચ્છતા રાખે.અને મારા આ કાર્ય થી પ્રેરિત થાય.”
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment