ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાના પક્ષને મજબૂત કરવા માટેની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 દિવસથી આમ આદમી પાર્ટી દ્વારા વીજળી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતની ગુજરાતની જનતાને જાગૃત કરવામાં સફળ રહે છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું કે, ભષ્ટ ભાજપ સરકાર અને ખાનગી વીજળી કંપનીઓની મીલીભગતનો પર્દાફાશ કરવામાં આમ આદમી પાર્ટીને સફળતા મળી છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી એ ભાજપ સરકાર અને વીજળી કંપનીઓની પોલ ખોલી દીધી છે.
ફ્રી વીજળી એ ગુજરાતની જનતાનો અધિકાર છે. તેથી ગુજરાતની જનતાને તેનો અધિકાર અપાવવા માટે આમ આદમી પાર્ટી આંદોલનનું સ્વરૂપ ધારણ કરીને રસ્તા પર ઉતરી આવી છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, અમદાવાદના નારણપુરા, ચાંદલોડિયા અને નવા વાડજ, રાણીપ તથા ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. ઈશુદાન ગઢવીનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચવામાં સફળ રહે છે. ગુજરાતના જિલ્લાઓ માંથી આમ આદમી પાર્ટીને મોટા પ્રમાણમાં સમર્થન અને પ્રેમ મળી રહ્યો છે.
ઈશુદાન ગઢવીનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાના તમામ પ્રશ્નો સતત ઉઠાવી રહી છે અને આગળ પણ ઉઠાવતી રહેશે. ત્યારે આજે આમ આદમી પાર્ટી ફ્રી વીજળી આંદોલન દ્વારા લોકોની એક મહત્વની સમસ્યા માટેના સવાલો ઉઠાવી રહી છે. આ કારણોસર આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા તરફથી સમર્થન મળી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અગાઉ પણ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વધુ સારું શિક્ષણ માટેના મુદ્દા ઉઠાવ્યા હતા. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, સમગ્ર ગુજરાતને કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી જેવી સરકારી શાળાઓ ગુજરાતમાં પણ બની શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઇરાદા ખરાબ છે. જેના કારણે ગુજરાતની શાળાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.
ઈશુદાન ગઢવીનું કહેવું છે કે, આમ આદમી પાર્ટીના સારા કાર્યો જોઈને હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહે છે. તેના કારણે ભાજપ અને કોંગ્રેસમાં ડરનો માહોલ જોવા મળ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment