ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,બિહાર,મધ્ય પ્રદેશ અને હરિયાણાના સહિત દેશના અનેક રાજ્યોમાં વાયુ પ્રદુષણ ઝડપથી વધી રહ્યો છે. દિવાળી અગાઉ દિલ્હી સહિત એનસીઆરમાં પ્રદૂષણના પ્રમાણમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે અને ગુરુવારે દિલ્હીમાં એક્યુઆઇ 314 નોંધવામાં આવ્યું છે અને જે કેટલાક દિવસ અગાઉ 500 ના સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ શકે છે.
આ દરમિયાન ઉત્તર ભારતના અનેક રાજ્યોની શહેરોમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.ભારતીય હવામાન વિભાગના અંદાજ મુજબ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ વિસ્તારના કેટલાક સ્થળો પર સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.
તમિલનાડુના તિરુનેલવેલી, રામનાથપુરમ અને તુતુંકડી જિલ્લાઓમાં ઝડપી પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.ચેન્નઈ શહેર અને તેના આજુબાજુના વિસ્તારમાં.
આગામી 48 કલાક સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે.અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એનસીઆરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!