વરસાદના વિરામ બાદ છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે થી ત્રણ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આગાહી મુજબ અમદાવાદમાં વરસાદની શક્યતાઓ નહિવત જોવા મળી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી છે. તેમજ આગાહી મુજબ કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના રહેશે.
છેલ્લા બે-ત્રણ દિવસથી કચ્છમાં પણ ચોમાસુ સક્રિય થતું હોય તેવું લાગી રહ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. ઉપરાંત વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ કરાયા છે.
તેમજ જિલ્લાઓને તમામ તાલુકા મથકે કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. અને જિલ્લા કલેક્ટરો દ્વારા તમામ કર્મચારીઓની રજા થોડાક દિવસો માટે રદ્દ કરી દીધી છે.
હવામાન વિભાગની આગાહી બાદ બોટાદ વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું છે. બોટાદમાં પણ તમામ તાલુકા મથકોએ કંટ્રોલરૂમમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગામડાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટેની તમામ કામગીરી હાથધરાઇ છે.
છેલ્લા ત્રણથી ચાર દિવસમાં ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકયો છે અને ભારે વરસાદના કારણે અમુક વિસ્તારમાં પૂરનો માહોલ જોવા મળી રહ્યો છે. અને વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદની ફરીથી એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળે છે.
આ ઉપરાંત દ્વારકાના મોટા આસોટા ગામે આ પાર્ટી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને ચારે તરફ પાણી પાણી થઇ ગયું છે. દ્વારકામાં માત્ર એક દિવસમાં જ 5 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment