ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં આ તારીખે વરસાદનું જોર વધશે…

71

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ અને રાજકોટ માં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત રાજ્યમાં 19 અને 20 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ છે.

ગુજરાત રાજ્યમાં ગત વર્ષ કરતાં વધુ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાંથી અનેક વિસ્તારોને રેડ એલર્ટ જાહેર કર્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો વરસાદ ખાબકશે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં 19 અને 20 સપ્ટેમ્બરથી વરસાદી જોર વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઓડીસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ વિખરાઈ જતાં રાજ્યમાં જળસંકટ ઓછું હોવાનું અનુમાન સામે આવ્યો છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!