ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી,રાજ્યમાં આ દિવસોમાં વરસાદ ગાંભા કાઢશે

Published on: 10:15 am, Sat, 25 September 21

ગુજરાતમાં પડેલા સારા વરસાદથી રાજ્યના ડેમમાં સારી આવક થઇ છે. સાર્વત્રિક વરસાદના કારણે નદી, નાળા, સરોવરો સહિત ચેકડેમોમાં નવા નીર આવતા ગુજરાત પરથી જળસંકટની મોટી આફત ટળી છે. બીજી તરફ ખેડૂતોને સિંચાઈ માટેનો પ્રશ્ન પણ હલ થયો છે,સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બરે મહિનાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન બન્યા છે ત્યારે હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરી છે જેમાં ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર,દ્વારકા, પોરબંદર, કચ્છ, સુરત, નવસારી, અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

રાજ્યમાં સારા વરસાદને પગલે નદીઓમાં નીર આવ્યા છે. કેટલીક વાર ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની હોવાના દર્શ્યો સામે આવ્યા છે. નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાવાના કારણે અનેક ગામોમાં પૂરનાં પાણી ફરી વળતા હોય છે ત્યારે હજુ પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!