હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અકળામણ અનુભવાય તેવી ગરમી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાય છે અને ગુજરાતમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની સંભાવનાઓ
હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ફરી એકવાર તાપમાનનો પારો રાજ્યમાં 490 પર પહોંચ્યો છે. એમાં મહુવામાં સૌથી વધુ 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.જ્યારે અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ અને વલસાડમાં મહત્તમ તાપમાન નો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો હતો.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 અને ગાંધીનગરમાં 37 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે 11 12 અને 13 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ સહિતનો સમાવેશ થાય છે અને આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ સહિતના
જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવનાઓ છે.હવામાન વિભાગે રવિવારે સાત દિવસની આગાહી કરી છે તેમાં ક્યાંય આકરી ગરમી પડવાની, હીટવેવ ની કે અતિભારે વરસાદની કોઈ ચેતવણી આપી નથી પરંતુ
સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને નોંધનીય છે કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ રાજ્યના એપ્રિલ મહિનામાં બીજા અઠવાડિયામાં આકરી ગરમી સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment