રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગામી 5 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી….

ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હજુ સુધી વરસાદી માહોલ જામ્યો નથી. જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદી માહોલ લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.

આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 24 જૂન થી વરસાદ જોરદાર કરશે. ગુજરાત રાજ્યમાં 21 જિલ્લા એવો છે, વરસાદનું આગમન થયું નથી. વલસાડ, તાપી, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં હવામાન વિભાગ દ્વારા 24 જૂનના રોજ ભારે વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે.

જ્યારે સુરત, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં 25 જૂનના રોજ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 20 કલાકમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠામાં નોંધાયો છે.

સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં 42 એમ.એમ વરસાદ પડયો છે. અમદાવાદના વિરમગામમાં 23 એમ.એમ વરસાદ પડયો છે. જ્યારે અરવલ્લીના મોડાસામાં 19 એમ.એમ વરસાદ પડ્યો છે. આજરોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં 4.10 ટકા વરસાદ પડયો છે. હજુ પણ રાજ્યમાં 21 તાલુકા એવા છે જ્યાં બિલકુલ વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસો માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*