ગુજરાત રાજ્યમાં ઠંડી ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગતે

Published on: 10:06 am, Sun, 8 November 20

કોરોના મહામારી અને દિવાળીના તહેવારની સીઝન વચ્ચે રાજ્યમાં ધીમી ગતિએ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે અમદાવાદમાં સવારે ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો અનુભવાઇ છે.હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે અને અમદાવાદ શહેરમાં તાપમાન 17 ડિગ્રી સુધી નીચે પહોંચ્યા ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.

આપને જણાવી દઇએ કે શહેરમાં સવારે 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન નોંધાયું હતું.આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી પૂરી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. નવેમ્બર ની શરૂઆત થઇ ગઇ હોવા છતાં રાજ્યમાં હજુ જોઇએ તેવી ઠંડી પડી રહી નથી.

પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદ-ગાંધીનગર ઉપરાંત અનેક શહેરોમાં ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.આ વર્ષે વરસાદ નું પ્રમાણ ખૂબ વધુ હોવાના.

કારણે હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે થશે. આગામી સમયમાં વધી જશે ઠંડીનું પ્રમાણ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!