ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાની…

Published on: 9:04 pm, Fri, 9 July 21

ગુજરાત રાજ્યમાં લાંબા વિરામ બાદ હવામાન વિભાગની આગાહી મુજબ ફરી મેઘરાજાની એન્ટ્રી થશે. રાજકોટ શહેરમાં પડધરી તાલુકામા મેઘરાજાએ ધીમા વરસાદ સાથે આગમન કર્યું છે. ઉપરાંત ગુજરાતમાં તરખડી, નારણકા, બાધી વગેરે વિસ્તારોમાં વરસાદની ફરીથી એન્ટ્રી થાય છે.

આ ઉપરાંત રાજકોટ અને જામનગર હાઈવે પર કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદ પડતાં લોકોને ભારે ગરમીથી રાહત મળી છે. ઉપરાંત ચોટીલાના શહેરી વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું પડયું છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 10 તારીખ ની વરસાદ પડી શકે તેવી સંભાવના છે. બંગાળની ખાડી માં લો પ્રેશરના કારણે વરસાદી વાતાવરણ સર્જાયું છે.

આગામી પાંચ દિવસ ની વાત કરીએ તો રાજ્યમાં અમુક વિસ્તારોમાં હળવા જ પડતો વરસાદ જોવા મળશે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં 11 તારીખે છૂટો છવાયા વરસાદની શક્યતા છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો હતો. જેમાં બપોરે કોટડા સાંગણી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અહીં વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ઉપરાંત અમરોલીના ખાંભા શહેરમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો. લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી થતા ગરમીના માહોલમાં થી લોકોને છુટકારો મળ્યો છે. ઉપરાંત જાફરાબાદ અને રાજુલામાં પણ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં આનદનો માહોલ છવાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!