માર્ચ મહિનો શરૂ થતા સૂર્યની ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને દેશના ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં તાપમાનનું પ્રમાણ વધી રહ્યું છે. વધતા તાપમાનની વચ્ચે સૂર્યની ગરમી પણ સતત વધી રહી છે, જેના કારણે લોકો પરસેવો છૂટી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગે વરસાદ અને બરફ વર્ષાને લઈને ચેતવણી જારી કરી છે.હવામાન વિભાગ અનુસાર,આગામી બે થી ત્રણ દિવસ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ,મેઘાલય,નાગાલેન્ડ,મણિપુર,મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વાવાઝોડા ની સાથે વરસાદની પણ સંભાવનાઓ છે.
4 માર્ચે આસામ અને મેઘાલયમાં વાવાઝોડાની શક્યતા છે અને પંજાબમાં 6 થી 7 માર્ચ સુધી હળવા વરસાદની સંભાવના છે. 7 માર્ચે હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ માં જુદા જુદા સ્થળોએ સાથે વાવાઝોડાની શક્યતા છે અને હવામાન વિભાગ તરફથી સતત ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને બરફ વર્ષા ની સંભાવના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment