ગુજરાત રાજ્યમાં આ વર્ષે ગત વર્ષ કરતાં ચોમાસાનું આગમન પહેલા થઈ ગયું છે. તેવામાં હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી. હવામાન વિભાગે કહ્યું કે આગામી એક અઠવાડિયા માં રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી.
હવામાન વિભાગની મુજબ જૂન મહિનામાં ગુજરાત રાજ્યમાં સારો વરસાદ થયો છે. પરંતુ આજની તારીખ થી રાજ્યમાં વરસાદ નું જોર હવે ઘટશે.
ગુજરાત રાજ્યમાં એક અઠવાડિયા સુધી કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં હળવાશ પડતો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું ઝાપટુ આવી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદની વાત કરીએ તો કુલ 51 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કેટલાક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડયો છે અને 40 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે.
વડોદરામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મહુવામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે રાજકોટ, અમદાવાદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
હાલમાં થોડાક દિવસ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સામાન્ય વરસાદ રહી શકે છે. ગરમીના કારણે લોકો ખૂબ જ કંટાળી ગયા હતા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અમદાવાદ અને બીજા અનેક શહેરોમાં છેલ્લા ચાર દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment