ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યમાં આ તારીખ બાદ જ વરસાદની શક્યતા…

Published on: 10:42 am, Fri, 2 July 21

આ વર્ષે ગુજરાતમાં વરસાદનું આગમન ગત વર્ષ કરતાં પહેલા થઇ ગયું હતું અને ગુજરાતમાં શરૂઆતના દિવસોમાં વરસાદ ખૂબ જ સારો પડ્યો હતો પરંતુ છેલ્લા થોડાક દિવસોથી વરસાદનું પ્રમાણ ઓછું થયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ 10 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ઓછો રહેશે.

આ ઉપરાંત અમદાવાદ વાસીઓ માટે ખરાબ સમાચાર કારણકે આગામી પાંચ દિવસમાં ગરમીનું પ્રમાણ 38 ડિગ્રી આસપાસ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં રથયાત્રા બાદ વરસાદ પડે તેવી સંભાવના છે.

આ વર્ષે અમદાવાદમાં જુલાઈ મહિનાની વાત કરીએ તો 7.35 ઇંચ વરસાદ નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતમાં જ સામાન્ય વરસાદની સંભાવના છે.

ઉપરાંત સુરત શહેરમાં વરસાદનું આગમન ખૂબ જ સારું થયું હતું પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં વરસાદનું જોર ઘટયું છે. સુરતમાં જૂન મહિનામાં કુલ 12 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશે પરંતુ હાલમાં અત્યારે વરસાદનું જોર ઘટતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ ઉપરાંત સુરતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકા માં પડ્યો હતો.

ઘણા વર્ષો બાદ પ્રથમ વખત એવું બન્યું કે સુરત અને નવ જિલ્લાઓમાં જૂન મહિનામાં સારો વરસાદ વરસ્યો હોય. વરસાદ સુરત શહેરમાં વરસ્યો છે સુરતમાં 16.56 ઈંચ વરસાદ વરસ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યમાં આ તારીખ બાદ જ વરસાદની શક્યતા…"

Leave a comment

Your email address will not be published.


*