ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી શક્યતા છે. ઉપરાંત ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ગરમી સહન કરવી પડશે. મહત્વનું એ છે કે રાજ્યમાં કોઈપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
તેના કારણે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 9 થી વરસાદી ગતિવિધિ વધશે તેવી શક્યતાઓ છે.
ઉપરાંત 9 થી 15 જુલાઈ સુધી અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં હળવા વરસાદ પડી શકે તેવી શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી થાય છે.
રાજ્યમાં ગત્ વર્ષ કરતા અત્યાર સુધીમાં 29 ટકા ઓછો વરસાદ પડયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 140.1 MM જેટલો વરસાદ પડવો જોઇએ પરંતુ રાજ્યમાં અત્યાર સુધીમાં 101 ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાત સિવાય બીજા અન્ય રાજ્યોમાં પણ વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી સારો વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પડ્યો છે.
અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી થોડા દિવસોમાં ભારે વરસાદને લઇને કોઇ સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઇ નથી. તેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment