છેલ્લા કેટલાક દિવસોમાં સાયક્લોનિક સરક્યુલેશન ના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણ બદલાયું છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના અનેક ભાગોમાં વીજળી અને વાવાઝોડા સાથે વરસાદ ની આગાહી છે.
ત્યારે આ સાથે ગરમીનો ઘટાડો થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સમય દરમ્યાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની પવન ની આગાહી પણ કરવામાં આવી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ,ગાંધીનગર, પાટણ, અરવલ્લી, મહેસાણા, ખેડા,આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર.
અમરેલી, જૂનાગઢ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ માં હળવા વાવાઝોડા સાથે છૂટા છવાયા હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
બુધવારે મહત્તમ તાપમાન અમદાવાદ સહિત રાજ્યના આઠ શહેરોમાં 41 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું ત્યારે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન હજુ 40 ડિગ્રીથી ઉપર છે.
રાજ્યના સૌથી વધુ તાપમાન ડિસેમ્બરમાં 42.4 ડિગ્રી અને અમદાવાદમાં 41.6 ડિગ્રી રહ્યું હતું. આકરા તાપના કારણે શહેરના રસ્તાઓ ભીડ બની ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment