ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી ફરીથી આગાહી, આગામી પાંચ દિવસમાં પડી શકે છે વરસાદ….

Published on: 9:34 pm, Mon, 7 June 21

ગુજરાત રાજ્યમાં વાવાઝોડાને ગયા બાદ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને કરવામાં આવી રહી છે આગાહી. રાજ્યમાં આગામી પાંચ દિવસો માં છુટા છવાયા વાદળ રહી શકે છે. તેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો સુરત, તાપી માં ઝરમર વરસાદ પડશે તેવી આગાહી છે. આ ઉપરાંત ડાંગ નર્મદા-ભરૂચ વડોદરામાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

તારીખ મુજબ વરસાદની આગાહી જોઈએ તો 8 જૂને રાજ્યમાં સુરત, ભરૂચ, નવસારી, ભાવનગર, અમરેલી પોરબંદર, આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તારીખ 9 જૂનના રોજ રાજ્યમાં સુરત, ભરૂચ, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર મા વરસાદ પડવાની આગાહી છે.

રાજ્યમાં 10 જુનના રોજ ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ માં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે.

આ ઉપરાંત રાજ્યમાં 11 જૂન ને રોજ ખેડા, પંચમહાલ, દાહોદ મહીસાગર, જુનાગઢ, અમરેલી આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદના કારણે ખૂબ જ ગજ વીજ થઈ રહી હતી.

એવામાં વીજળીના કારણે કેટલાય લોકોના મૃત્યુ થઈ ગયા છે. મુર્શિદાબાદ માં વીજળીના કારણે 9 લોકોના મૃત્યુ થયા ને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો ઉપર જ્યારે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેના પર વીજળી પડતાં એમના મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી ફરીથી આગાહી, આગામી પાંચ દિવસમાં પડી શકે છે વરસાદ…."

Leave a comment

Your email address will not be published.


*