રસ્તામાં માર્ગ અકસ્માત થવાના કારણે સેનાના જવાન શહીદ, આર્મી જવાનના બે મહિના પછી લગ્ન થવાના હતા.

Published on: 5:44 pm, Sat, 7 August 21

આપણા દેશના જવાનો દેશ માટે પોતાની પરિવારની ચિંતા કર્યા વિના દિવસ-રાત બોર્ડર ઉપર ઊભા રહે છે અને દેશ માટે શહીદ થઈ જાય છે. શહીદ થયેલા જવાન મૂળ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નારાયણબાગના કંડવાલા ગામના રહેવાસી હતા.

શહીદ થનાર જવાનું નામ સચિન છે. આ શહીદ સચિન ના પરિવારના લોકો હાલમાં દેહરાદૂનમાં રહે છે. તેમના પરિવારે જણાવ્યું કે સચિન તેમની રજા ઉપર દેહરાદૂન આવ્યા હતા.

સમગ્ર ઘટના મથુરા એક્સપ્રેસ હાઈવે પર બની છે તેઓ મથુરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતા એક ડમ્પર સાથે તેમના વાહન ની ટક્કર થઇ ગઈ હતી અને આ ટક્કર દરમિયાન સેનાના જવાન સચિન કંડવાલા શહીદ થયા હતા.

ત્યારે સચિનના એ જણાવ્યું કે સચિન ગયા વર્ષે તેમની સગાઇ પર ઘરે આવ્યા હતા અને હાલમાં સચિન ના લગ્ન માટે પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા. પરંતુ સચિનના આ બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજુ વળી ઉઠયું હતું.

મળતી માહિતી મુજબ તેમના લગ્ન વિજયાદશમીએ થવાના હતા અને તે પહેલાં જ તેઓ અકસ્માતમાં શહીદ થઈ ગયા. આ ઉપરાંત સચિન ના પરિવાર માંથી ઘણા સભ્યો પણ ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા છે.

આ બનાવના કારણે સચિન ના આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને સચિનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!