સુપ્રીમ કોર્ટે કરાઠા નામ અને રદ કર્યા પછી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તાત્કાલિક આ મામલે તરફેણમાં નિર્ણય લેવા અપીલ કરી છે. બુધવારે સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત અંગેનો રાજ્ય સરકારના નિર્ણયને ફગાવી દીધો હતો.
ત્યારબાદ ઉદ્વવ ઠાકરે ની હાજરીમાં ગેસ્ટ હાઉસ ખાતે એક તાકીદની બેઠક મળી હતી તે પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિવેદન આપીને આ અપીલ કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ અપીલ કરતા જણાવ્યું છે.
અનામત અંગેનો નિર્ણય રાજ્યનો નહીં પરંતુ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ નો છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે તેથી મરાઠા અનામત અંગે તાત્કાલિક નિર્ણય લેવા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ની સામે હાથ જોડી વિનંતી કરું છું.
મુખ્યમંત્રીએ મરાઠા આરક્ષણ નો બોલ હવે સીધો કેન્દ્ર સરકારની કોર્ટમાં ફેંકી દીધો હોવાથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાય તેવી સંભાવના છે.
ઉદ્ધવ ઠાકરે એ મહારાષ્ટ્રના ખેડૂત અને પરિશ્રમ શીલ સમુદાયનું કમનસીબ ગણાવ્યું છે. સાથે જ તેમને જણાવ્યું કે મરાઠા સમુદાયના આત્મગૌરવ ને બચાવવા માટે જ અનામત આપવાનો નિર્ણય કર્યો હતો.
રાજ્ય વિધાનસભામાં તમામ રાજકીય પક્ષો દ્વારા સર્વાનુમતે લેવામાં આવેલા આ નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટે પલટવાર કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો મહારાષ્ટ્ર સરકારને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment