આજકાલ જીવ લેવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે છોટા ઉદયપુરના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 એપ્રિલના રોજ અત્રોલી ગામે ખુંદાપીપળા ફળીયાની સીમમાં 23 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ લીલાબેન હતું.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પિતાની ફરીયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃત્યુ પામેલી લીલાબેન અને કરશનભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હતો. ત્યારબાદ શંકાના આધારે કરશનભાઈની પોલીસે પૂછપરછ કરી હતી.
ત્યારે પૂછપરછ દરમિયાન કરશનભાઈ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેને જણાવ્યું કે તે લીલાબેનને પ્રેમ કરતો હતો. આરોપી કરશનભાઈ જણાવ્યું કે, લીલા મને છોટાઉદયપુર આવવાનું કેતી હતી તેથી હું બાઈક લઈને છોટાઉદયપુર આવ્યો હતો.
ત્યારબાદ લીલાબેન અને કરશનભાઈ બંને બાઇક પર બેસીને ખુદાપીપળા હરિયાની સીમામાં ગયા હતા. ત્યારે લીલાબેન ના મોબાઈલ પર અલગ-અલગ વ્યક્તિઓના ફોન આવતા હતા. જેથી કરશનભાઈ કહે છે કે હું તારી સાથે છું તેમ છતાં પણ તું અન્ય વ્યક્તિઓ સાથે ફોન પર કેમ વાત કરે છો.
આ વાતને લઈને બંને વચ્ચે માથાકુટ થઇ હતી. આ દરમિયાન કરશનભાઈ ગળુ દબાવીને નો જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ કરશનભાઈ ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી ધરમશીભાઈ સામે જીવ લેવાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment