આજે અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જશો. ત્યારે અમદાવાદ માં સાયન્સ સિટી રોડ પર આવેલી એક મેકડોનાલ્ડ કે જ્યાં કોલ્ડ્રીંકસ માંથી મરેલી ગરોળી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો અને એ ગ્રાહકે મેકડોનાલ્ડ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે.
જ્યારે એક ગ્રાહકે મેનેજરને વાત કરી ત્યારે તેમણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું અને છેવટે ગ્રાહક આ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ મીડિયા અને પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાણ કરવામાં આવી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી છે.
અને ગ્રાહક એ પણ આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તાત્કાલિક food વિભાગને જાણ કરવી જોઈએ. વિસ્તૃતમાં વાત કરતાં જણાવીશ તો અમદાવાદની સાયન્સ સીટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં એક ભાર્ગવ જોશી અને તેમના મિત્રો નાસ્તો કરવા માટે ગયા હતા. તે દરમિયાન તેમણે ઓર્ડરમાં કોકોકોલા મંગાવી તેમાં અંદર મરેલી ગરોળી નીકળતા સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા.
ત્યારે ભાર્ગવ જોષીએ જણાવતા કહ્યું કે હું જમવા બેઠો હતો ત્યારે મંગાવેલા કોલ્ડ્રિંક્સમાં એક બે ઘૂંટ પીધા બાદ સ્ટ્રો હલાવતા જ તળિયે બેસી ગયેલી ગરોળી ઉપર આવી હતી આવી બેદરકારીને લઇને અમે વિરોધ કરીશું. ત્યારબાદ તેમણે જણાવતાં કહ્યું કે મેં એક કોલ્ડ્રિંક્સ ને લઈને કાઉન્ટર પર જઈને ફરિયાદ પણ કરી છતાં મને ત્યાંથી કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો અને એ મરેલી ગરોળી જોતાની સાથે જ સૌ કોઈ લોકો ડરી ગયા હતા.
અને બીજી તરફ અમે મેનેજરને પણ ફરિયાદ કરી છતાં તેમને કોઈ ધ્યાન આપ્યું નહોતું. આપરંતુ અમારી એક જ ફરિયાદ છે કે આવનારા દિવસોમાં પણ આવું ન બને તે માટે સતર્ક રહેવું જોઈએ. આ ઘટના અંગે વાત કરીએ તો ગ્રાહકોને સુરક્ષા અને સ્વચ્છતા માટે સંપૂર્ણપણે ધ્યાન રાખવું જોઇએ.
ત્યારે આવી ઘટના બની જાય છે ત્યારે ગ્રાહકોનો વિશ્વાસ પણ છીનવાઈ જતો હોય છે એવામાં આ ઘટનાને લઈને વાત કરીએ તો કોઈ કડક પગલાં લેવાયાં ન હતાં જેનો લોકો ભોગ બનતા રહે છે. પરંતુ આવી ઘટનાને લઈને છેક સુધી ફરિયાદ કરતા રહેવી જોઈએ જેનાથી ગ્રાહકોની સુરક્ષા જળવાઈ રહે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment