આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઇએ આપણને નવાઈ લાગે છે. હાલમાં એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. કેન્યામાં એક સિંહણ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરનો કેમેરા ચોરી કરીને જંગલમાં ભાગી ગઈ. આ જોઈને ફોટોગ્રાફર આશ્ચર્યચકિત થઈ ગયા, હવે તે સિંહણનો એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
આવો વિડીયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે, જોકે ફોટોગ્રાફર તેનો કેમેરો પાછો મેળવે છે. સિંહણ ચોરી કરતી આ ફૂટેજ યુનાઇટેડ આરબ અમીરાતમાં રહેતા ઇજિપ્તના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર 38 વર્ષીય અહેમદ ગલાલના કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે અહેમદ કેન્યામાં માસાઈ મારા નેશનલ રિઝર્વમાં હતા.
તેઓ ત્યાં જંગલી પ્રાણીઓ ના વિડીયો શુટ કરવા માંગતા હતા, એક રિપોર્ટ અનુસાર અહેમદે કેન્યામાં એકલી સિંહણ જોઈ. તે સિંહણ ના ફૂટેજ ને કેમેરામાં કેદ કરવા માગતો હતો તેથી તેણે પોતાનો કેમેરો ત્યાં છુપાવી દીધો પછી જે બન્યું તે આઘાતજનક હતું. સિંહણ પોતાના મોમાં કેમેરો દબાવીને ભાગી ગઈ હતી.
વીડિયોની શરૂઆત જંગલમાં ફરથી સિંહણથી થાય છે ટૂંક સમયમાં તે કેમેરાની સામે આવે છે જે તેનો વિડીયો રેકોર્ડ કરવા માટે રાખવામાં આવ્યો હતો. તે કેમેરો તેના મોમાં દબાવી દે છે અને પછી જંગલ તરફ ભાગી જાય છે. સિંહણ કેમેરો ચોરીને ભાગી જવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Lion steals camera and creates the greatest POV in history. pic.twitter.com/IyzdpaGxg4
— CLIPS (@yourclipss) September 6, 2023
અહેમદ કેમેરો પાછો મેળવવા માટે ચિંતિત હતો, જ્યારે સિંહણ કેમેરા લઈને ભાગી ગઈ ત્યારે તેઓએ કારમાં તેનો પીછો કર્યો. આ દરમિયાન ઝડપથી દોડતી સિંહણના મોંમાંથી કેમેરો નીચે પડી ગયો હતો જેના કારણે અહેમદને પાછળથી કેમેરો મળી ગયો. આ વીડિયોને @yourclipss નામના યુઝર દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment