પંજાબમાં ખેડૂત આંદોલનકારીઓએ જિયો ના ટાવર માં તોડફોડ કર્યા બાદ હવે JIO એ કરી આ મોટી કાર્યવાહી.

Published on: 4:48 pm, Wed, 30 December 20

ખેડૂત આંદોલન હવે ધીમે-ધીમે ઉગ્ર બની રહ્યું છે ત્યારે પંજાબમાં ખેડૂત આંદોલનકારીઓ દ્વારા JIO ના મોબાઈલ ટાવર માં તોડફોડ કરવામાં આવી હતી. JIO ના મોબાઈલ ટાવર માં નુકસાન થયા બાદ જિયો કંપનીએ પંજાબના મુખ્યમંત્રી અને રાજ્યના ડીજીપીને પત્ર લખ્યો છે અને તેમાં અજ્ઞાત વ્યક્તિ દ્વારા પંજાબમાં જીઓ નેટવર્ક ના સાઇટ પર તોડફોડની ઘટના માં હસ્તા શેપ કરવાની માંગ કરવામાં આવી છે.

ખેડૂત આંદોલન દરમિયાન નવા કૃષિ કાયદાના કારણે મુકેશ અંબાણી તથા ગૌતમ અદાણીને ખૂબ ફાયદો થશે તેવી વાતો ખેડૂતોમાં વહેતી થઇ હતી જેના કારણે આ લોકોની સામે રોષ જોવા મળ્યો હતો.વિવિધ અહેવાલ અનુસાર પંજાબમાં આશરે 1500 જેટલા જિયો ના ટાવર માં નુકસાન થયું છે.જેના કારણે દૂરસંચાર સેવાઓમાં બાધા આવી રહી છે.

સેક્યુલર ઓપરેટસ એસોસિયન ઓફ ઇન્ડિયા તરફથી પણ રાજ્ય સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે તે ટાવરને સુરક્ષા આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહ કહ્યું હતું.

રાજ્યમાં કોઈપણ શાંતિપૂર્ણ પ્રદર્શન અને આંદોલનને રોકવામાં આવશે નહીં પરંતુ કોઈપણ પ્રકારની હિંસા કે સંપત્તિનું નુકસાન કરવામાં આવશે તો તેને છોડવામાં આવશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પંજાબમાં ખેડૂત આંદોલનકારીઓએ જિયો ના ટાવર માં તોડફોડ કર્યા બાદ હવે JIO એ કરી આ મોટી કાર્યવાહી."

Leave a comment

Your email address will not be published.


*