લખતર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત… ઈજાગ્રસ્ત થયેલા 12 વર્ષના દીકરાનું સારવાર દરમિયાન કરુણ મોત…

ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગત સોમવારના રોજ રાત્રિના સમયે એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ પાંચ વ્યક્તિઓના મોત થયા હતા.

જ્યારે ઘટનામાં 12 વર્ષનો બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે રાજકોટ મોકલવામાં આવ્યો હતો. ત્યારે હવે તે બાળકનું પણ સારવાર દરમિયાન કરુણ મોત થયું છે. જેના કારણે અકસ્માતની ઘટનાનો મોતનો આંક 6 સુધી પહોંચી ગયો છે.

વિગતવાર વાત કરીએ તો, લખતર થી મુળી તાલુકાના પલાસા જઈ રહેલા પરિવારની કારને સોમવારના રોજ મોડી સાંજે એક ભયંકર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ટ્રક અને પરિવારની કાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં નરેશભાઈ ગોગજીભાઈ લોલાડીયા, તેમની પત્ની ગીતાબેન તેમની દીકરી ગોપી અને પાયલ તથા વાડીના માલિક મૌલિક નામના વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં નરેશભાઈના દીકરા મહેન્દ્ર અને શ્રદ્ધાને ગંભીર ઇજા પહોંચી હતી બંનેને સારવાર માટે રાજકોટના દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા મૌલિકભાઈના ભાઈએ ટ્રક ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બનતા જ બે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારે ગુરુવાર ના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 12 વર્ષના મહેન્દ્રનું મોત થયું હતું. મહેન્દ્રાનું મોત થતા જ પરિવારનો કુળદીપક ઓલવાઈ ગયો હતો. એટલે કે લખતરમાં બનેલી અકસ્માતની ઘટનાનો મોતનો આંકડો હવે છ સુધી પહોંચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*