22 જાન્યુઆરીને લઈને સમગ્ર દેશના હિન્દુ લોકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચારે બાજુ અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરની જ ચર્ચાઓ ચાલી રહી છે. અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની પ્રતિમા જોવા મળશે, પરંતુ પ્રભુ શ્રી રામ સાથે સીતાજીના દર્શન આપણને નહીં થાય.
આ વાત સાંભળીને ઘણા લોકોના મનમાં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ પ્રભુ રામની સાથે સીતાજીની પ્રતિમા ન રાખવા પાછળ એક ખાસ કારણ છે. તો ચાલો જાણીએ શું છે તે કારણ.
મિત્રો તમને જણાવી દઈએ કે, શ્રી રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની બાળ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જ્યારે પ્રભુ શ્રીરામ પાંચ વર્ષના હતા તે સમયની પ્રતિમા મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉંમરમાં પ્રભુ શ્રીરામના દેવી સીતા સાથે લગ્ન થયા ન હતા.
તેથી રામ મંદિરના ગર્ભા ગ્રુપમાં પ્રભુ શ્રી રામ સાથે દેવી સીતાની પ્રતિમા નહી મૂકવામાં આવે. આ મંદિરના પરિસરમાં અન્ય ઘણા મંદિરો પણ હશે. જાણવા મળી રહ્યું છે કે મંદિરમાં પ્રભુ શ્રી રામના ત્રણેય ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનું મંદિર હશે.
એટલું જ નહીં પરંતુ આ મંદિરની અંદર 13 મંદિર પણ હશે. જેમાં ભગવાન સૂર્ય, ભગવાન શિવ, માતા સીતા, જટાયુ, હનુમાનજી, ગણપતિજી, વિશ્વામિત્ર, વશિષ્ઠ, ઋષિ વાલ્મિકી, શબરી, અગત્સ્ય, દેવી અહિલ્યા અને નિષાદ રાજનું મંદિર પણ હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment