મિત્રો રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન છે ત્યારે સોમવારે એટલે કે ૨૨મી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરના કરવામાં આવી હતી. ગર્ભગ્રુહમાં રામ ભગવાનની 51 ઇંચની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.જેને મૈસુર ના શિલ્પકાર અરુણ યોગીરાજે શીલા ને મૂર્તિનું રૂપ આપ્યું જે મૈસુરના એચડી કોટ તાલુકાના જયાપુર હોબલીમાં ગુજ્જે ગોદાનપુરા માંથી ખોદકામ
દરમિયાન મળી આવી હતી અને હવે તે શીલા સાથે જોડાયેલી એક મહત્વની વાતો પણ મિત્રો સામે આવી રહી છે.રામ મંદિરના ટ્રસ્ટ તરફથી જાણવા મળ્યું છે કે જે ખડક માંથી આ મૂર્તિને કોતરવામાં આવી છે તે શીલા લગભગ ત્રણ અબજ વર્ષ જૂનો છે મતલબ કે 300 કરોડ વર્ષ જૂની શીલામાંથી કૃષ્ણ શીલા ને બહાર કાઢવામાં આવી છે. અને પછી અરુણ યોગીરાજ એ તેને મૂર્તિનું
સ્વરૂપ આપ્યું હતું અને ટ્રસ્ટના મતે તે એક મધ્યમ દાણા વાળી અને આકાશી વાદળી મેટા મૌફીક ખડક છે. તેની સરળ સપાટીને કારણે તેને શોપ સ્ટોન કહેવામાં આવે છે. સામાન્ય રીતે શિલ્પકારો માટે શિલ્પ બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રામદાસ નામના વ્યક્તિની ખેતીની જમીન સમતલ કરતી વખતે કૃષ્ણશીલા મળી
હતી અને એક સ્થાનિક ઠેકેદારે જેમને ખડકની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું હતું અને તેને તેના સંપર્કો દ્વારા મંદિરના ટ્રસ્ટીઓને માહિતી આપી હતી.અયોધ્યામાં પવિત્ર ભગવાન રામની મૂર્તિ હવે બાલકરામ તરીકે ઓળખાશે. આ મૂર્તિનું નામ મિત્રો બાલકરામ રાખવામાં આવ્યું છે
કારણ કે ભગવાનને પાંચ વર્ષના બાળકના રૂપમા ઉભી મુન્દ્રામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા ના પૂજારી અરુણ દીક્ષિતે કહ્યું છે કે ભગવાન રામની મૂર્તિનું નામ બાળ રામ રાખવામાં આવ્યું છે કારણ કે તે બાળક જેવા દેખાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment