મિત્રો આજે આપણે ઘણા સમય પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટના સાંભળીને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ જશે. એક બેંક અધિકારીની પત્નીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. પરિવારજનોનું કહેવું હતું કે સાપ કરડવાથી તેને સારવાર માટે અમે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
જ્યારે મહિલાના પિતાનો આરોપ હતો કે, તેમની દીકરીને તેના પતિએ ઝેર આપીને તેનો જીવ લઈ લીધો હતો અને લોકોને શક ન જાય તે માટે એક મરેલો સાપ પલંગ ઉપર મૂકી દીધો હતો. વધુમાં મૃત્યુ પામેલી મહિલાના પિતાએ જણાવ્યું હતું કે જમાઈ કોઈ બીજી મહિલા સાથે રહેતો હતો. એ મહિલા સાથે રહેવા માટે તે અમારી દીકરીને ખૂબ જ પરેશાન કરતો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવવા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. મૃત્યુ પામેલી મહિલાનું નામ શિવાની હતું. શિવાનીનો જીવ તેના પતિ અમિતેષ લીધો હતો. તેને શિવાનીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. પોલીસને ગોળ ગોળ ફેરવવા માટે આરોપીએ એક મહિના પહેલા પ્લાનિંગ કર્યું હતું. પોતાના પ્લાનના આધારે તે રાજસ્થાનથી એક ખતરનાક કોબરા છાપ લાવ્યો હતો અને પોતાની પત્નીની પાસે મૂકી દીધો હતો.
એટલે તે બધાને કહી શકે કે તેની પત્નીનું મોત સાફ કરડવાના કારણે થયું છે. પોલીસ અને પરિવારના લોકોને ગોળ ગોળ ફેરવવા માટે આરોપી પતિ પોતાની પત્નીના મૃતદેહ અને મરેલા સાપને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શંકાના આધારે પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિની કડક પૂછપરછ કરી હતી એને આરોપી પતિએ પોતાનો ગુનો કબૂલ્યો હતો.
આરોપીએ જણાવ્યું કે તે તેની પત્નીનો જીવ લેવા માટે ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યો હતો. તેથી પત્નીને સાપથી ડંખ લગાવીને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ પોતાના પ્લાનના આધારે તે રાજસ્થાનના અલવાર વિસ્તારમાંથી એક કોબ્રા સાપ પણ લાવ્યો હતો. જેના કારણે પોલીસ અને તેના પરિવારના લોકો એવું લાગે કે સાપ કરડવાના કારણે શિવાનીનું મોત થયું છે. પ્લાનિંગ પ્રમાણે આરોપીએ પોતાના પિતા અને બાળકોને ફરવા માટે ઘરની બહાર મોકલી દીધા હતા. ત્યારબાદ રૂમમાં સૂઈ રહેલી પત્નીનું તકિયાથી મોઢું દબાવી દીધું અને તેનો જીવ લઈ લીધો.
ત્યારબાદ પોતાના પ્લાનના આધારે એક મરેલો સાપ પોતાની પત્નીના મૃતદેહની બાજુમાં મૂકી દીધો. ત્યારબાદ મૃતક પત્નીના હાથ પર સાપે ડંખ લગાવ્યો હોય તેવા નિશાન પણ બનાવ્યા. જેના કારણે પોલીસ પણ તેની વાત પર વિશ્વાસ કરી લે. શિવાનીનો જીવ લેવામાં આરોપીની બહેન પણ સામેલ હતી. મળતી માહિતી અનુસાર આરોપીનું દિલ્હીમાં કામ કરતી એક યુવતી સાથે અફેર ચાલતું હતું. તેથી આરોપીએ શિવાનીને પોતાના રસ્તામાંથી હટાવવા માટે આ કાર્ય કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment