થોડા દિવસ પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક પતિએ પોતાની જ પત્નીને એવું દર્દનાક મોત આપ્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. એટલું જ નહીં પરંતુ પત્નીનો જીવ લીધા બાદ તેના મૃતદેહને ઘરમાં જ દફનાવી દીધું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન આ સમગ્ર ઘટનાને લઈને મોટો ખુલાસો થયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના 22 ડિસેમ્બરના રોજ મોટી રાત્રે બની હતી.
આરોપી પતિએ મોડી રાત્રે પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ ઉમા શર્મા હતું. પત્નીનો જીવ લઈને આરોપીએ પોતાની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે ઉમા કંઈક ચાલી ગઈ છે. ત્યારબાદ માં ઘરે આવે છે અને પુત્રવધુ વિશે પૂછપરછ કરે છે. મળતી માહિતી અનુસાર આરોપી પતિ પોતાની પત્નીને સૌ પ્રથમ વીજ કરંટ આપે છે. ત્યાર પછી માથામાં 5 મિનિટ સુધી વીજ કરંટના ઝટકા આપે છે. જેના કારણે પત્ની મૃત્યુ પામે છે.
પછી આરોપી પતિ પોતાની પત્નીને ઘરની અંદર જ અપનાવી દે છે. આરોપીની માતા જ્યારે ઘરે આવી ત્યારે તેને ઘરમાં રૂમની અંદર માટી ઉખાડેલી જોવા મળી હતી. ત્યાર પછી માતાએ પોતાના દીકરાને વારંવાર આ વાત વિશે પૂછ્યું હતું. છેવટે આરોપી કંટાળીને 23 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે પોતાની માતાની આખી ઘટના કહે છે. ત્યાર પછી માતા આ ઘટનાની જાણ પોલીસને કરે છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે રૂમમાં ખાડો ગાળીને મૃત્યુ પામેલી ઉમાના મૃતદેહને બહાર કાઢ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પતિએ જણાવ્યું કે, મારી પત્નીનું નામ ઉમા શર્મા હતું જેનું નામ લગ્ન બાદ ફાતીમાં રાખવામાં આવ્યું હતું. લગ્ન બાદ તે મારી સાથે હંમેશા ઝઘડો કરતી હતી અને અમે લવ મેરેજ કર્યા હતા.
હંમેશા મારી સાથે પૈસા માટે ઝઘડો કરતી હતી. તે મારી માતા સાથે રહેવા તૈયાર ન હતી અને ઘરમાં બીજો રસોડો બનાવવાની જીદ કરતી હતી. મેં તેને કહ્યું કે થોડાક પૈસા જમા થઈ જાય પછી તેને રસોડું બનાવી આપીશ. તો મને પૂછ્યા વગર મારા ખાતામાંથી 10,000 રૂપિયા ઉપાડી લીધા હતા. આ બાબતને લઈને અમારી બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
હું પૈસા માગતો હતો પરંતુ તે મને પૈસા આપતી ન હતી પછી મેં ગુસ્સામાં ભરાઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પ્લાનના આધારે 22 ડિસેમ્બરના રોજ રાત્રે મારી પત્ની ઉમા ઘરમાં સુધી હતી. પછી મેં તેના હાથ પગ બાંધી દીધા અને તેના પગની ધુંટી પર એક વાયર વીંટી દીધો. ત્યારબાદ મેં પાવર શરૂ કર્યો હતો. જેના કારણે મારી પત્નીને બે થી ત્રણ વખત જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ હતી પછી મેં તેને માથાના ભાગ ઉપર 5 મિનિટ સુધી વીજ કરંટના ઝટકા આપ્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું ત્યારબાદ ઘરની અંદર જ ખાડો ગાળીને તેને દફનાવી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ તે પોતાના બાળકો પાસે જઈને સૂઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment