પતિએ પતિને કીધું કે “તું મને નથી ગમતી તારી સાથે હવે બીજી પત્ની રાખીશ” આવું કહેતા જ પત્નીએ કંઈક એવું પગલું ભર્યું… આખો પરિવાર દોડતો થઈ ગયો…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં લગ્ન બાદ મહિલાઓ કંઈકને કંઈક કારણોસર સુસાઇડ જેવું પગલું ભરી લેતી હોય છે. ત્યારે હાલમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરામાં રેતી એક પરિણીત મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

આ મહિલાની સુસાઇડ કરવાની ઘટનામાં તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર છોટાઉદયપુર સીમલ ફળિયામાં રહેતા પુનિયા રાઠવાનાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમની દીકરી દક્ષાએ દેવમોગરામાં રહેતા અજીત નામના વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

પ્રેમ લગ્ન બાબતે સમાજના રીતી રિવાજ મુજબ દાવો ભાંગવાનો બાકી હતો. દક્ષા વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. જ્યારે દક્ષા નો પતિ અજીત વન વિભાગ ખાતામાં કર્મચારી છે. દાવો ભાંગવાની બાબતમાં દક્ષા અને તેના પતિ અજીત વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો.

બંને વચ્ચે સતત ઝઘડો ચાલતો હતો. જેમાં અજીત પોતાની પત્ની દક્ષાને કહેતો હતો કે, “તું મને ગમતી નથી અને તારી સાથે હવે હું બીજી પત્નીને પણ રાખીશ” અજીતની આ વાત સાંભળીને દક્ષા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી અને દક્ષાએ ઝેરી દવા પી લીધી હતી.

ત્યારબાદ દક્ષાને સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન દક્ષાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે મૃત્યુ પામેલી દક્ષાના પતિ અજીત વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દક્ષાનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*