દેશમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ હશે. જેમાં પતિ પોતાની પત્ની પર શંકાઓ કરીને તેનો જીવ લઈ લેતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ પોતાની ગર્ભવતી પત્નીનો જીવ લઈ લીધો છે.
આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. જયપુરમાં અનૈતિક સંબંધો હોવાની શંકાએ મંગળવારના રોજ સવારે એક વ્યક્તિએ તેની બે માસની ગર્ભવતી પત્નીનો જીવ લઈ લીધો હતો. પહેલા સૌપ્રથમ આરોપી પતિએ પોતાની ગર્ભવતી પત્નીનું પથ્થર વડે માથું કચડી નાખ્યું.
ત્યારબાદ ધારદાર વસ્તુ વડે પોતાની પત્નીનો જીવ લઈ લીધો. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર 20 વર્ષીય સુરેખા નામની યુવતી ના લગ્ન 21 એપ્રિલના રોજ 24 વર્ષીય લાલચંદ નામના યુવક સાથે થયા હતા.
એટલે કે બંનેના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. લગ્ન બાદ લાલચંદ પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા કરતો હતો. જેને લઈને ઘણી વખત બંને વચ્ચે માથાકૂટ અથવા તો ઝઘડો પણ થઈ જતો હતો. ત્યારે મંગળવારના રોજ સવારે સુરેખાના અનૈતિક સંબંધો છે તેવી શંકાના આધારે લાલચંદે તેનો જીવ લઈ લીધો હતો.
સૌપ્રથમ લાલચંદે પથ્થર વડે સુરેખાનું મોઢું કચડી નાખ્યું અને પછી ધારદાર વસ્તુ વડે તેનો જીવ લઈ લીધો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના ભાઈએ જણાવ્યું કે, બહેનનો પતિ છેલ્લા બે મહિનાથી તેને શારીરિક અને માનસિક શોષણ આપતો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેખાનું મૃત્યુ થતાં તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment