છુટાછેડા લેવા માટે પતિએ પત્નીને બજારમાં બોલાવી, ત્યારબાદ પતિએ પત્નીના મોઢા ઉપર આગ લગાવી દીધી – જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં એક પતિ પોતાની પત્ની પર પેટ્રોલ છાંટીને તેના શરીર પર આગ લગાવી દે છે. ત્યારબાદ પતિ ઘટના સ્થળેથી ભાગી જાય છે. શરીર પર આગ લાગી જવાના કારણે પત્ની બુમા બુમ કરે છે.

મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો બહાર આવે છે. મહિલાને આ હાલતમાં જોઈને કેટલાક લોકો ખાડા અને ઘરમાંથી પાણી લાવીને મહિલાના શરીર પર લાગેલી આગ બુઝાવે છે. આ ઘટનામાં મહિલાને હાથ, પગ અને ચહેરો ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટના ભોપાલના કોતવાલી વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આરોપી પતિ રાજસ્થાનનો રહેવાસી છે.

પતિ છૂટાછેડાના કાગળિયા પૂરા કરવા માટે સાસરે ભોપાલ આવ્યો હતો. મળતી માહિતી અનુસાર 22 વર્ષે મુસ્કાન ખાન નામની યુવતીના લગ્ન રાજસ્થાનના અલીગંજ છાબરામાં 4 એપ્રિલના 2019ના રોજ રઈસ ખાન સાથે થયા હતા. સમગ્ર ઘટના ને લઈને પોલીસે જણાવ્યું કે, લગ્ન થઈ ગયા બાદ રઈસ ખાને તેની પત્નીને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.

તેના કારણે કંટાળીને રઈસ ખાનની પત્ની આ વર્ષે 18 માર્ચના રોજ પોતાની બહેન પાસે ભોપાલમાં રહેવા આવી ગઈ હતી. મુસ્કાને પોતાનો ખર્ચો ઉપાડવા માટે એક ઘરમાં દેખરેખની નોકરી કરવાનું શરૂ કર્યું હતું. મંગળવારના રોજ બપોરના સમયે મુસ્કાન પોતાની નોકરી પર હતી.

આ દરમિયાન લગભગ સાડા બે વાગ્યાની આસપાસ તેના પતિનો ફોન આવ્યો હતો. ઓનલાઇન શોપ પર જઈને છૂટાછેડાના કાગળિયા પૂરા કરવાનું કહ્યું હતું. સાંજના સમયે મુસ્કાન ઓનલાઇનની દુકાન ગોતી રહી હતી. આ દરમિયાન મુસ્કાને પોતાના પતિને રસ્તા પર ઉભેલો જોયો હતો.

મુસ્કાન કાંઈ સમજે તે પહેલા તો તેના પતિએ મુસ્કાનના મોઢા ઉપર પેટ્રોલ નાખ્યું અને મુસ્કાનના મોઢા ઉપર આગ લગાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકોએ પાણી નાખીને મુસ્કાનના શરીર પર લાગેલી આગ બુઝવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*