ગુજરાત પર 18 મેના રોજ તોકતે નામનું વાવાઝોડું આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયાના અંતે વર્ષ નું પહેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.
હવામાન વિભાગના મતે 13 મે ના રોજ સવારે દક્ષીણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું.14 મે સુધીમાં વેલમાર્ક થી ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યારબાદ દક્ષિણ પૂર્વી અને મધ્ય અરબી સમુદ્રમાં અસર વધશે.
અને પછી ઉત્તર-પશ્ચિમ થી વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે. આ કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થઈ શકે છે.
એ સિવાય લક્ષદ્વીપ, કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વાવાઝોડાના કારણે મધ દરિયામાં માછીમારોને ન જવાની સૂચના આપવામાં આવી છે.
આ વાવાઝોડું દરિયા કાંઠે પહોંચે તો વર્ષ 2021 નું પ્રથમ વાવાઝોડું હશે. આ વાવાઝોડું દક્ષીણ પૂર્વ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવ્યું છે. દક્ષીણ પૂર્વ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ થી ગુજરાત તરફ આ વાવાઝોડું આવશે.
તેની અસર લક્ષ દીપ, કેરળ, કર્ણાટક, ગોવા અને ગુજરાતમાં થશે.15 મે ના રોજ આ વાવાઝોડું લક્ષદીપ અને 18 મે ની સાંજ સુધી ગુજરાત પહોંચશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment