અમદાવાદથી વાવાઝોડું રહ્યું માત્ર આટલા કિલોમીટર દૂર, જિલ્લા કલેક્ટરે આપી ખાસ સુચના.

152

તૌકતે વાવાઝોડું નો આંતક ગુજરાતમાં સર્જાયેલો છે.તૌકતે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. જ્યારે હવે વાવાઝોડાની અસર અમદાવાદમાં જોવા મળવાની છે. અમદાવાદમાં આગામી બે-ત્રણ કલાકમાં ભારે રહી શકે છે.

પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા રહેલી છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલને નુકસાન ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

કામ વગર કોઈપણ વ્યક્તિએ બહારના નીકળવાની જિલ્લા કલેકટરને તાકીદ કરી છે. આ દરમિયાન લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ રહે તે જરૂરી છે.

કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલે એ લોકોને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે સોમવારના રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાના ગતિમા ઘટાડો જોવા મળ્યો છે.

વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઇ જવાની ઘટનાઓ બની છે.

સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં જોવા મળ્યું છે. રાજુલા થી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો કેમ કે વૃક્ષો પડી જતાં રાજુલા થી ભાવનગર રસ્તો બંધ થઈ ગયો હતો.

રાજુલામાં 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. ઉના અને ગીરમાં અનેક ગામોમાં સંપર્ક તૂટ્યો છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કી.મી પવનની ઝડપ જોવા મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!