અકસ્માતની ઘટનાઓ દેશમાં દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રક અને બોલેરો કાર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં દાદી, પૌત્ર અને અન્ય એક સંબંધીએ પોતાનું જીવ ગુમાવ્યો છે.
જ્યારે 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર અકસ્માતની શિવપુર જિલ્લામાં બની હતી. એક પરિવાર બોલેરો કારમાં ગોવર્ધન ગિરિરાજજીની પરિક્રમા કરવા માટે ગયો હતો. પરિવાર પરિક્રમા કરીને રાત્રે 1.30 વાગ્યાની આસપાસ પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં સામેથી પૂર્પાડ ઝડપે આવતા ટ્રક સાથે બોલેરો કારની જોરદાર ટક્કર થઈ હતી.
જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 16 વર્ષના છોકરા સહિત એક મહિલા અને એક પુરુષ છે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે પરિવારના સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બની ત્યારે આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા. પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર પરિવારના લોકો મંગળવારના રોજ બોલેરોમાં સવાર થઈને પરિક્રમા કરવા માટે નીકળ્યા હતા.
પરિક્રમા પુરી કરીને પરિવાર પાછો ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેમની સાથે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનાના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માત કોની ભૂલ ના કારણે થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment