ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે રાજકોટ-જામનગર હાઇવે પર બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ટ્રેક્ટર અને કાર વચ્ચે જોરદાર ટક્કર તથા ગંભીર અકસ્માતો સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ ભાંગીને સંપૂર્ણ રીતે ભૂક્કો થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આજરોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ રાજકોટ જામનગર હાઇવે પર તરઘડી પાસે કાર અને વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માતની ઘટના બની હતી.
આ અકસ્માતની ઘટનામાં કાર ચલાવી રહેલા 32 વર્ષીય હેમાંશુભાઈ પ્રવીણભાઈ પરમાર, તેમની બાજુની સીટમાં બેઠેલા 28 વર્ષીય અજયભાઈ પ્રવીણભાઈ જોશી, પાછળની સીટમાં બેઠેલો 20 વર્ષીય અજય છગનભાઈ પરમાર અને ટ્રેક્ટર ચાલક 40 વર્ષીય કિરીટભાઈ લીંબાભાઇ ડોબરીયા નું ઘટના સ્થળે મોત થયું હતું.
અકસ્માતની ઘટના બનતા જ હાઇવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો દોડીને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને સારવાર મળે તે પહેલા તો ચારેયના મૃત્યુ થઈ ગયા હતા.
ત્યારબાદ પોલીસે ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment