રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આવ્યા માઠા સમાચાર, આ દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં

Published on: 9:34 am, Sat, 12 December 20

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં બે મોટા મોટા ઝટકા લાગ્યા છે. અમરેલીમાં કોંગ્રેસના નેતા હોય કેસરિયા કે ધારણ કર્યા બાદ હવે દ્વારકામાં પણ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. દ્વારકાના ઓખા નગરપાલિકાના બે કોંગ્રેસી સભ્યોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ઓખાના વોર્ડ નંબર ૭ અને ૮ના બે સભ્યો ભાજપમાં જોડાયા છે.

કિશોરભાઈ અગ્રાવત અને અંજલીબેન માણેક ભાજપમાં જોડાયા છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢ માં ફરી એક વખત ગાબડું પડયું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને દ્વારકા પહેલા અમરેલીમાંથી મોટો ફટકો લાગ્યો છે.

રાતી કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે અને લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક સસ્પેન્ડ ને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરતા તેઓ ભાજપમાં જોડાયા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસની લાગ્યા બે મોઢા ઝટકા કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!