અમદાવાદ શહેરમાં બનેલી કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અમદાવાદના રસ્તા ઉપર યમદૂત બનીને દોડતા ભારે વાહનોના કારણે એક ગંભીર અકસ્માતની ઘટના સર્જાય છે. અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે આ અકસ્માતની ઘટના બની હતી.
ઘટનામાં અહીં તે પુરપાડ ઝડપે પસાર થતા ટ્રક ચાલકે 35 વર્ષના યુવકને કચડી નાખ્યો હતો. અકસ્માતની ઘટનામાં યુવકે ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ટ્રકની અડફેટમાં આવતા બાઇક સવાર યુવક ફંગોળાઈ ગયો હતો.
જેના કારણે યુવકનું માથું ટ્રકના પાછળના ટાયરની નીચે આવી ગયું હતું. આ કારણસર યુવકનું માથું ફૂટી ગયું હતું અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માતની ઘટના નજરે જોનાર લોકોનું કાળજું કંપીઉઠ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ મહેન્દ્ર પુરોહિત હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. મહેન્દ્ર પુરોહિત અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો હતો.
મંગળવારના રોજ સાંજના સમયે તે પોતાના કોઈ કામથી રખીયાલ આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન મોહમ્મદ મસ્જિદ પાસે પસાર થતા ઝઝડપી ટ્રક પસાર થતો હતો. આ દરમિયાન મહેન્દ્રએ બાઈક ઉપરથી કાબુ ગુમાવ્યું હતું અને તે જમીન ઉપર પડી ગયો હતો. આ ઘટનામાં મહેન્દ્ર ટ્રકના પાછળના ટાયરમાં કચડાઈ ગયો હતો.
એટલે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીને પકડવા ટ્રકના નંબર પ્લેટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તરબૂચની જેમ માથું ફાટી ગયું..! અમદાવાદમાં રોડ પર જતા બાઈક સવાર યુવક સાથે કંઈક એવું બન્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ વીડીયો જોજો નહીંતર… pic.twitter.com/cfaaHwp0Os
— GUJJU ROCKZ (@gujju_rockz) February 22, 2023
મહેન્દ્ર પુરોહિતનું મૃત્યુ થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને મહેન્દ્રના કાકાના દીકરાની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment