સુરતમાં ટેમ્પામાં બેસેલા એક શ્રમિકનું માથું હાઇટેન્શનની લાઈનને અડી જતા કરંટ લાગ્યો, યુવકનું કરંટ લાગવાથી મૃત્યુ…

Published on: 5:00 pm, Mon, 13 December 21

સુરતના લિંબાયત વિસ્તારમાં એક શ્રમિકનું કરંટ લાગવાના કારણે મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત નારાયણ નગરમાં સામાન થી ભરેલા ટેમ્પામાં બેસેલા શ્રમિકો માંથી એક શ્રમિક હાઇટેન્શન લાઈનને અડી જાય છે અને તેના કારણે તેનું મૃત્યુ થાય છે.

મળતી માહિતી અનુસાર શ્રમિકનું માથું હાઇટેન્શન લાઈનને પડી ગયું હતું તેના કારણે તેનું મૃત્યુ થયું હોત. મૃત્યુ પામેલા યુવકનું નામ જુમાન હતું. તેની ઉંમર 27 વર્ષની હતી. મૃત્યુ પામેલો યુવક પાંડેસરા ગોવાલક નગરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો.

મૃત્યુ પામેલો યુવક તેના ત્રણ ભાઈઓમાં થી મોટો હતો. મળતી માહિતી અનુસાર તે લગ્ન પ્રસંગમાં મજૂરી કામ કરીને મિત્રો સાથે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેની સાથે આ ઘટના બની હતી.

લિંબાયત વિસ્તારમાં આવેલી નારાયણ નગર સોસાયટીમાં મિત્રને ઉતારવા જતી વખતે ટેમ્પામાં સવાર 8 થી 9 મિત્રોમાંથી જુમાન નું માથું હાઇટેન્શનની લાઈનને અડી ગયુ હતું અને તેના કારણે તેને કરંટ આવ્યો હતો.

એટલું જ નહીં પરંતુ તેની સાથે બેઠેલા તેના સુરજના મિત્રને અને સામાન્ય કરંટ લાગ્યો હતો તે બંનેને સારવાર માટે તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબો દ્વારા જુમાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!