જામનગરમાં રમતા બાળકનું માથું ફસાયું લોખંડની જાળીમાં, ત્યારબાદ થયું એવું કે…જુઓ વિડિયો…

66

જામનગરનો જીવ તાળવે ચોંટી જાય તેવો એક વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સાંજે ફરવા આવેલા એક દંપતીનો નાનો રમતો રમતો તળાવની ફરતે લાગેલી લોખંડની જાળી માં ફસાઈ ગયો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મહામહેનતે બાળકને જાળીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર લાખોટા તળાવના ગેટ નંબર 1 પાસે બાળક રમી રહ્યો હતો. ત્યારે બાળકે રમતા રમતા લોખંડ ની જાળી વચ્ચે પોતાનું માથું નાખી દીધું હતું અને બાળકનું માથું જાળી ની અંદર ફસાઈ ગયું હતું.

શરૂઆતમાં તો બાળકના માતા-પિતા અને આસપાસના સ્થાનિક લોકો એ બાળકને બહાર કાઢવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ બાળકનું માથું જાળીમાંથી બહાર નીકળ્યો નહીં.

ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને લઇને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને મહા મહેનતે બાળકના માથાને લોખંડ ની જાળી માંથી બહાર કાઢયું હતું. જ્યારે બાળકનું માથું લોખંડ ની જાળી માંથી બહાર કાઢવામાં આવ્યું ત્યારે માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટનાને લઇને લાખોટા તળાવ પર ફરવા આવતા વાલીઓએ પોતાના નાના બાળકોને લઈને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે આવી ઘટનામાં કોઈક વખત બાળકનો જીવ પણ ચાલ્યો જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!