મોડી રાત્રે ગરબા જોઈને ઘરે જતા 3 જીગરી મિત્રોનું અકસ્માતમાં મોત… નવરાત્રીની ખુશીઓમાં માતમ છવાઈ ગયો…

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જાંબુઘોડા બોડોલી રોડ પર ગરબા જોઈને ઘરે જતા ત્રણ યુવકોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ત્રણેય યુવકોનું કરુણ મોત થયું હતું.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા બે યુવકો ટીંબી ગામના હતા જ્યારે અન્ય એક યુવક માસાબાર ગામનો હતો. ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પછી પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. નવરાત્રીમાં ત્રણ જુવાનજોધ દીકરાના મોત થતા ત્રણ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં ક્રૂઝર ટેમ્પો, જીભ અને પલ્સર બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવકોના મોત થયા હતા.

મૃત્યુ પામેલા ત્રણેય યુવકો એકબીજાના જીગરી મિત્રો હતા. ત્રણેય મિત્રો ગરબા જોવા માટે ગયા હતા અને પછી રાત્રે 03:00 વાગ્યાની આસપાસ તેઓ ગરબા જોઈને ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની સાથે અકસ્માતની ઘટના બની હતી.

આ અકસ્માતની ઘટનામાં 22 વર્ષના આશિષ ભરતભાઈ રાઠવા, 21 વર્ષના રોશન તુલસીભાઈ રાઠવા અને 20 વર્ષના અંકિત બાબુભાઈ બારીયા નામના યુવકનું મોત થયું છે. આ ઘટના બનતા જ નવરાત્રીઓની ખુશીઓમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ 108 ની મદદથી ત્રણેય યુવકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન ત્રણેય પોતાના જીવ ગુમાવ્યા હતા. આ વાતના સમાચાર મળતા જ મૃતકોના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*